રાજકોટ શહેરને રંગીલા સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ શહેરની સ્થાપના આજી નદીના કાંઠે ઠાકોરજી વિભાજીએ કરી હતી.
ઈસ. 1610માં ઠાકોરજી વિભાજી અજોજી જાડેજાએ પોતાના વિશ્વાસુ મિત્રની યાદમાં રાજકોટની સ્થાપના કરી હતી.
વિભાજીએ પોતાના વિશ્વાસુ મિત્ર રાજુ સંધિના નામ પરથી શહેરનું નામ રાજકોટ રાખ્યું હતું.
રંગીલું રાજકોટએ પવિત્ર સંતો અને મહંતોની ભુમિ છે, અહીં આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો છે.
મુગલવંશનું શાસન આવતા રાજકોટનું નામ બદલીને માસૂમાબાદ કરી નાખ્યું હતું.
સમય વીતતા દેશમાં અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવાર મળ્યો અને ફરી રાજકોટ નામકરણ થયું.
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે રાજકોટ દેશમાં અગ્રેસર છે અને રાજકોટના સોના, ચાંદી અને ઇમિટેશન જ્વેલરી દેશ અને દુનિયામાં પણ લોકપ્રિય છે.
શૈક્ષણિક ક્ષેત્રે પણ રાજકોટ અગ્રેસર છે.વિદેશના અને NIR વિદ્યાર્થીઓ પણ હાલ રાજકોટમાં અભ્યાસ કરે છે.
ખૂબ ઓછા લોકોને ખબર છે કે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના રાજવી બાવાજીરાજના દિવાન હતા.