આજકાલ બાળકો ફૂડ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી હોય છે, તેઓ એવી વસ્તુઓ ખાવાનું ટાળે છે જે સ્વસ્થ અને પૌષ્ટિક હોય અને તેઓ જંક ફૂડ તરફ વધુ વલણ ધરાવે છે.
બાળકોના લંચબોક્સમાં કંઈક એવું બનાવવું જે, સ્વસ્થ હોય અને તેમને પણ ભાવે ! અહીં તમને ચીઝ કોર્ન પરાઠા રેસીપી આપી છે જે બાળકોની પ્રિય બની જશે.
ઘઉંનો લોટ,બાફેલી મકાઈ,છીણેલું ચીઝ,સમારેલું કેપ્સિકમ,કાળા મરી પાવડર,સમારેલા મરચાં,અજમો,મીઠું,ઓરેગાનો,તેલ,ઘી અથવા માખણ.
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલી સ્વીટ કોર્ન, છીણેલું ચીઝ, સમારેલું કેપ્સિકમ, કાળા મરી, મરચાંના ટુકડા,અજમો, મીઠું અને ઓરેગાનો ઉમેરો.
હવે બધી સામગ્રી સારી રીતે મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો, હવે લોટ બાંધી લો.
હવે લૂઆ બનાવો અને રોટલી જેમ રોલ કરી તેમાં વચ્ચે સ્ટફિંગ ભરો અને તેને ફોલ્ડ કરીને પરાઠાને હળવા હાથે વણી લો.
હવે તવા પર માખણ અથવા ઘી લગાવીને પરાઠાને બંને બાજુ શેકો.
તૈયાર છે ચીઝ કોર્ન પરાઠા, તમે લીલી ચટણી, ટામેટા કેચઅપ અથવા દહીં સાથે સર્વ કરો.