હનુમાનજીની ભૂમિકા ભજવીને આ એક્ટર્સ છવાયા, એક તો છે મુસ્લિમ


By Sanket Parekh06, Apr 2023 04:33 PMgujaratijagran.com

હનુમાન જયંતિ

એવું કહેવાય છે કે, ચૈત્ર મહિનાની પૂનમમાં દિવસે હનુમાજીનો જન્મ થયો હતો. આથી આ દિવસને હનુમાન જયંતિ તરીકે મનાવવામાં આવે છે.

દારાસિંહ

રામાનંદ સાગરની રામાયણ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ધાર્મિક સીરિયલ પૈકીની એક છે. જેમાં હનુમાનજીનું પાત્ર દારાસિંહે ભજવ્યું હતુ.

વિદુ દારાસિંહ

દારાસિંહના પુત્ર વિદુ દારાસિંહે 'જય વીર હનુમાન' (1995)માં હનુમાનજીની ભૂમિકા બખૂબી ભજવી હતી. આ સિવાય પણ એક્ટર અનેક સીરિયલ્સમાં હનુમાનજીની ભૂમિકામાં જોવા મળી ચૂક્યો છે.

દાનિશ અખ્તર

વર્ષ 2015માં આવેલી સીરિયલ્સ 'સીયા કે રામ'માં દાનિશ અખ્તરે હનુમાનજીની ભૂમિકા ભજવીને સૌ કોઈનું દિલ જીત્યું હતુ. એક્ટરને હનુમાનજીના પાત્રમાં લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.

એકાગ્ર ત્રિવેદી

માત્ર 6 વર્ષની વયે એકાગ્રએ 'કહત હનુમાન જયશ્રી રામ'માં હનુમાનજીની ભૂમિકા ભજવી હતી. તેનો મૃદૂ અવાજ અને ક્યૂટનેસે સૌ કોઈનું દિલ જીત્યું હતુ.

ઈશાંત ભાનુશાલી

ઈશાંતે ટીવી સીરિયલ્સ 'સંકટ મોચન મહાબલી હનુમાન'માં બાળ હનુમાનની ભૂમિકા ભજવીને સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ.

રાજ પ્રેમી

દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલી સીરિયલ 'જય હનુમાન'માં એક્ટર રાજ પ્રેમીએ હનુમાનજીની ભૂમિકા ભજવી હતી.

નિર્ભય વાધવા

'સંકટ મોચન મહાબલી હનુમાન'માં ઈશાંત ભાનુશાલી બાદ એક્ટર નિર્ભય વાધવાએ હનુમાનજીની ભૂમિકા ભજવી હતી. જેમાં એક્ટરને લોકોનો ભરપુર પ્રેમ મળ્યો હતો.

ફેશન સેન્સના મામલે બધાને માત આપશે આ સ્ટાર કિડ્સ