30 બાદ તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોવા જોઈએ. જે તમારા વાળના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરશે.
વાળને નિયમિત ધોવા ખૂબ જ અગત્યનું છે, પરંતુ તેને વધારે પડતા ના કપાવવા જોઈએ. વધારે વાળ કપાવવાથી તેના ખરવાનો ખતરો વધી શકે છે.
ગરમીમાં તડકામાં વધારે સમય વીતાવવાથી વાળને નુક્સાન થઈ શકે છે. આથી ટોપી પહેરીને રાખો અને સ્કિનને અન્ય સમસ્યાથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
તમારા વાળની પ્રકૃતિ એટલે કે નેચરને આધારે યોગ્ય શેમ્પુ અને કંડીશનરનો ઉપયોગ કરો. જે તમારા વાળને સોફ્ટ અને શાઈનિંગ બનાવવામાં મદદ કરે.
આ ઉંમરે વધારે સ્ટ્રેસ લેવાથી વાળ ઝડપથી ખરવા લાગે છે. મેડિટેશન અને યોગનો અભ્યાસ કરીને સ્ટ્રેસને ઓછો કરવાનો પ્રયત્ન કરો.
જો તમારા વાળ ઝડપથી ખરી રહ્યાં હોય, તો યોગ્ય ડૉક્ટરની સલાહ લો. અનેક વખત વાળ ખરવા પાછળ કેટલીક મેડિકલ સમસ્યા હોઈ શકે છે, જેની યોગ્ય સમયે સારવાર લઈ શકાય છે.