ખોટી હેર સ્ટાઇલના કારણે પણ વાળ ખરવા લાગે છે, આવી રીતે રાખો ધ્યાન


By hariom sharma24, Apr 2023 07:30 AMgujaratijagran.com

ટાઇટ ના બાંધો

ઘણી હેર સ્ટાઇલમાં વાળને ખૂબ ટાઇટ બાંધવામાં આવે છે. આ કારણે પણ વાળ વધુ માત્રામાં તૂટી શકે છે. આ કારણે વાળને વધુ ટાઇટ ના બાંધો.

સિલ્ક રબર બેન્ડ

વાળને બાંધવા માટે ધણી વખત અલગ અલગ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. વાળને ખરતા રોકવા માગો છો તો સિલ્ક રબર બેન્ડ અથવા હેર બેન્ડનો ઉપયોગ વધુ ફાયદાકારક રહે છે.

વધુ ના ખેંચો

કેટલીક હેર સ્ટાઇલમાં વાળને ખેંચીને બાંધવામાં આવે છે. વાને વધુ ખેંચવાથી વાળ કમજોર થઇ શકે છે. આ માટે ફ્રેન્ચ બ્રેડ અથવા પોનીટેલ જેવી હેર સ્ટાઇલ રાખતા સમયે વાળને વધુ ના ખેંચો.

વધુ સમય બાંધીને ના રાખો

ઘણી વાર આપણે હેર સ્ટાઇલને વધુ સમયે સુધી બનાવીને રાખીએ છીએ. કેટલીક એવી હેર સ્ટાઇલ છે જેમ કે ફ્રેન્ચ બ્રેડ અથવા ફ્રેન્ચ બન વાળને નુકસાન પહોંચી શકે છે. આ માટે આ પ્રકારની હેર સ્ટાઇલને વધુ સમય સુધી બનાવીને

ભીના વાળમાં

ક્યારેક ઉતાવળમાં ઘણાં લોકો ભીના વાળમાં જ હેર સ્ટાઇલ બનાવી લેતા હોય છે અથવા વાળમાં કાંસકો ફેરવતા હોય છે. આવી ભૂલ ના કરશો. આનાથી તમારા વાળ વીક થવાની સાથે વાળ તૂટી પણ શકે છે.

ઊંઘતા સમયે

લગ્ન, ફન્કશન અથવા પાર્ટીમાં હાજરી આપ્યા પછી ઘણાં લોકો થાકના કારણે જે હેર સ્ટાઇલ બનેલી હોય છે તેમાં જ ઊંઘી જતાં હોય છે. ટાઇટ હેર સ્ટાઇલમાં ઊંઘવાથી વાળ તૂટી શકે છે. આ માટે લૂઝ બન અથવા લૂઝ બ્રેડ બનાવીને

શાકમાં ટામેટાની ખટાસ દૂર કરવાના ઉપાય