આમળામાં વિટામિન એ, સી, ઇ અને દહીંમાં વિટામિન એ અને પ્રોટીન હોય છે. આ બધાં પોષકતત્ત્વો વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
જો તમને ડેન્ડ્રફ છે, તો તમે આમળા અને દહીં વાળમાં લગાવી શકો છો.
આમળા અને દહીં વાળને ખરતા રોકે છે. દહીં સ્કેલ્પને સાફ કરે છે, જેનાથી ફોલિકલ્સ મજબૂત થાય છે.
આમળા અને દહીં વાળને મજબૂત કરે છે, અને સાથે વાળનો ગ્રોથ સારો કરે છે.
ઘણાં લોકોના વાળ સમય કરતાં પહેલાં સફેદ થવા લાગે છે. તમે વાળને ઉંમરથી પહેલાં સફેદ થતાં રોકવા માટે આમળા અને દહીં લગાવી શકો છો.
જો તમારા વાળ ડેમેજ અને શુષ્ક છે, તો આમળા અને દહીંનું માસ્ક વાળ પર લગાવવું ફાયદાકારક છે. આમળા અને દહીં લગાવવાથી વાળ ચમકદાર બને છે.