લિવર એક મહત્વપૂર્ણ શરીરનુ અંગ છે. લિવર શરીર માથી ઝેરી પદાર્થોને બહાર નીકાળવાનુ કામ કરે છે. તમારી નાની નાની આદતો લિવરને ખરાબ થવાનુ કારણ બની શકે છે. ચલો જાણીએ લિવરને ખરાબ કરતી કેટલીક આદતો વિશે.
કોલ્ડ ડ્રિક્સનુ સેવન કરવાથી શરીરમા ગ્લૂકોઝનુ પ્રમાણ વધી જાય છે. તેના કારણે લિવરમા સોજો આવે છે. ક્યારેક આ કારણ પણ દુખાવાનુ કારણ બની શકે છે.
આલ્કોહોલનુ સેવન શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. વધારે માત્રામા તેના સેવનથી લિવર ખરાબ થવાનુ જોખમ વધી શકે છે. તેના કારણે ફેટી લિવર ડિસીજની સમસ્યા પણ વધી શકે છે.
દવાઓનુ વધારે માત્રામા સેવન કરવાથી પણ લિવરને નુકસાન થાય છે. જેથી નાની નાની સમસ્યાઓ થવા પર તમે દવાઓનુ સેવન કરવાનુ ટાળો. આ ઉપરાંત ડોક્ટરની સલાહ બાદ જ તમે કોઈપણ દવા લેવાનો આગ્રહ રાખો.
રોજ રોજ બહારનુ ખાવુ શરીરના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બહાર બનતા ભોજનમા વધારે માત્રામા તેલ અને મસાલાનો ઉપયોગ થયેલો હોય છે. જેના સેવનથી મેટાબોલિજમ પણ ધીમુ બને છે. જેથી બની શકે તેટલુ ઓછુ મસાલેદાર અને ઓછા તેલ વાળુ ભોજન લેવાનુ ટાળો.