ઝડપથી ફેલાઇ રહ્યો છે H3N2 વાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય


By 14, Mar 2023 07:00 AMgujaratijagran.com

શું છે H3N2 વાયરસ?

H3N2 વાયરસ એક પ્રકારનું ઇન્ફ્લુએન્જા વાયરસ છે. આ શ્વાસને લગતી સમસ્યા પેદા કરે છે. H3N2 વાયર ઇન્ફ્લુએન્જા એ વાયરસનું સબટાઇપ છે. આનાથી પીડાતી વ્યક્તિને તાવ સરદી-ખાંસીની સમસ્યા જોવા મળે છે. સાથે જ પક્ષી

H3N2 વાયરસના લક્ષણો

- ખાંસી - તાવ - ગળામાં ખરાસ - ઠંડી લાગવી - શ્વાસ લેવામાં સમસ્યા - નાકમાંથી પાણી - છીંકો આવવી - છાતી અને પેટમાં દુખાવો

કેવી રીતે ફેલાય છે H3N2 વાયરસ?

H3N2 વાયરસ સંક્રમીત વ્યક્તિ ખાંસી, છીંક અને વાત કરતાં સમયે મોંઢામાંથી નીકળતા પાણી દ્વારા ફેલાય છે. સાથે જ જો કોઇ સંક્રમીત જગ્યાને અડવાથી અને એ જ હાથ વડે તમે મોંઢા અથવા નાકને ટચ કરો છો તો પણ H3N2 વાયરસ

કોને વધારે જોખમ?

- નાના બાળકો - વૃદ્ધો - ગર્ભવતી મહિલા - કોઇ રોગથી પીડાતી વ્યક્તિને

આરામ ક્યારે મળે છે?

IMA પ્રમાણે H3N2 વાયરસ પાંચથી સાત દિવસ સુધી દર્દીને પ્રભાવીત કરે છે. આ વાયરસમાં તાવથી ત્રણ દિવસમાં આરામ મળે છે, જ્યારે ખાંસી ત્રણ અઠવાડિયાથી પણ વધુ રહે છે.

બચાવ કેવી રીતે કરવો?

- ચહેરાને વારંવાર ના અડવું - હાથને ધોતા રહો - હાઇડ્રેટેડ રહો - માસ્ક પહેરો - ઇમ્યૂનિટી વધારે તેવું ફૂડ ખાવ - ભીડવાળી જગ્યા ઉપર ના જવું - ખાંસી અને છીંક ખાતા સમયે મોઢાં પર રૂમાલ રાખો

વર્કપ્લેસ પર ખુશ રહેવા માટે શું કરવું?