શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા સાથે સંકળાયેલા રોચક તથ્યો જાણો


By Sanket M Parekh2023-05-02, 16:08 ISTgujaratijagran.com

ઊંચાઈ પર સ્થિત

લગભગ 15,200 ફિટની ઊંચાઈ પર બનેલ આ ગુરુદ્વારા ગ્લેશિયલથી ઘેરાયેલું છે. ગ્લેશિયલ બરફના પાણીનું જળકુંડ બનાવે છે, જેને હેમ કુંડ અથવા બરફ કુંડ કહે છે.

શ્રદ્ધાળુઓની ભીડ

કપરી યાત્રા હોવા છતાં હેમકુંડ સાહિબના દર્શન કરવા દરરોજ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. આ ગુરુદ્વારાનો સબંધ રામાયણ કાલથી હોવાનું મનાય છે. જેની પાસે જ લક્ષ્મણજીનું મંદિર પણ છે.

માન્યતા

એવી માન્યતા છે કે, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીએ વર્ષો સુધી મહાકાલની આરાધના કરી હતી. જેના કારણે શીખ સમુદાયની આ તિર્થ પર અતૂટ શ્રદ્ધા છે અે અહીં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે.

અમૃત તળાવ

આ ગુરુદ્વારા લગભગ 6 મહિના સુધી બરફની ચાદરથી ઢંકાયેલુ રહે છે. જેની સુંદરતા જોવાલાયક હોય છે. આ ગુરુદ્વારાની નજીક સરોવર આવેલ છે, જેને અમૃત તળાવ પણ કહેવામાં આવે છે.

કેવી રીતે જશો?

આ ગુરુદ્વારા સુધી જવા માટે બદ્રીનાથ નજીક ગોવિંદ ઘાટથી પુલના ગામ સુધી મોટર માર્ગ લો અને જે બાદ તમારે લગભગ 17 કિલોમીટર સુધી પગપાળા યાત્રા કરવી પડશે.

મોશન સિકનેસથી બચવાના આસાન ઉપાય, એકવખત ટ્રાય કરી જુઓ