નાસ્તા માટે એકદમ સોફ્ટ અને ટેસ્ટી રેસીપી આ રીતે ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi02, Mar 2024 06:31 PMgujaratijagran.com

પાપડીનો લોટ કે ગુજરાતી ખીચું

ઘરે અચાનક મહેમાનો આવે અને કઈક અલગ નાસ્તો આપવો હોય તો તમે આ રેસીપી અજમાવી શકો છો.

સામગ્રી

ચોખાના લોટ,પાણી,મીઠું,આચાર મસાલો,પાપડનો ખારો,મરચાંની પેસ્ટ,લીલું લસણ,કોથમીર,તલ,જીરું,અજમો,તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ લો, એક પેનમાં ત્રણ કપ પાણી ગરમ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં મીઠું કે પાપડ ખારો,જીરું,તલ,લીલા મરચાની પેસ્ટ ઉમેરીને ફૂલ ગેસ પર ઉકાળો.

સ્ટેપ- 3

હવે તેમાં એક ચમચી અજમો,એક કપ લીલું લસણ,કોથમરી અને થોડો થોડો ચોખાનો લોટ ઉમેરતા જઈને વેલણની મદદથી સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે બીજા એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં લીંબુની સ્લાઈસ નાખીને ઉપર એક ઝાળી વાળું વાસણ તેલથી ગ્રીસ કરીને મૂકો.

સ્ટેપ- 5

હવે તૈયાર કરેલ મિશ્રણમાંથી હાથ વડે મુઠીયા વણીને ચારણીમાં મૂકીને ઉપર ઢાંકળ ઢાકીને વરળામાં બાફી લો.

સર્વ કરો

હવે મુઠીયાને પ્લેટમાં કાઢીને ચપ્પુ વડે ટુકડા કરીને ઉપર તેલ અને આચાર મસાલો ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

7 બટાકાની સ્વાદીષ્ટ ઈન્ડીયન સ્નેક્સ આજેજ બનાવો