ગુજરાતી કઢી રેસીપી : ખાટી-મીઠી કાઠિયાવાડી કઢી બનાવવાની સરળ રીત નોંધી લો


By Vanraj Dabhi24, Nov 2023 01:02 PMgujaratijagran.com

ગુજરાતી થાળીમાં કઢી

જો ગુજરાતના ભોજનની થાળીમાં ગુજરાતી કઢી ન હોય તો તેનો અર્થ એ થાય કે ગુજરાતી થાળી અધૂરી છે. તેને ગુજરાતના ભોજનથી અલગ કરી શકાય તેમ નથી.ગુજરાતી કઢી એ ચણાના લોટ સાથે ઘટ્ટ દહીંનું એક મીઠી અને મસાલેદાર મિશ્રણ છે, જેનો સ્વાદ ઘણી રીતે વધારી શકાય છે અને અન્ય ઘટકો જેમ કે પકોડા અને કોફતા સાથે પણ ટેસ્ટ કરી શકાય છે.

ગુજરાતી કઢી માટેની સામગ્રી

2 કપ તાજુ દહીં, 5 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ઘી, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી સરસવ, એક ચપટી હિંગ, 5 મીઠા લીમડાના પાન, મીઠું, સ્વાદ મુજબ, 1 ચમચી આદુ-લીલા મરચાની પેસ્ટ, 2 ચમચી ખાંડ, થોડી સમારેલી કોથમીર.

સ્ટેપ- 1

એક બાઉલમાં દહીં અને ચણાનો લોટ મિક્સ કરો અને જ્યાં સુધી ગઠ્ઠો ન રહે ત્યાં સુધી હલાવતા રહો.

સ્ટેપ- 2

તેમાં 3 કપ પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 3

એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું અને સરસવ નાખો.

સ્ટેપ- 4

જ્યારે દાણા તડતડ થવા લાગે ત્યારે તેમાં હિંગ નાખીને થોડી સેકંડ માટે ફ્રાય કરો.

સ્ટેપ- 5

ત્યાર બાદ તેમાં તૈયાર કરેલું દહીં-ચણાનો લોટ-પાણીનું મિશ્રણ, મીઠા લીમડાના પાન, મીઠું, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને ખાંડ નીખી સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને 2 મિનિટ સુધી પકાવો.

સ્ટેપ- 6

હવે ગેસ ધીમો કરો અને થોડી- થોડી વારે હલાવતા રહો 10-12 મિનિટ સુધી પકાવો.

સ્ટેપ- 7

કોથમીરથી ગાર્નિશ કરીને રોટલી, પૂરી, પૂલાવ અને ખીચડી સાથે ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દાલ પરાઠા રેસીપી : શું તમે ક્યારેય ઘરે મગની દાળ અને પનીરના પરાઠા ટ્રાય કર્યા છે? નોંધી લો સરળ રીત