ગુજરાતી નાસ્તા ખાવાના શોખીન છો, તો અમદાવાદની આ જગ્યાઓ છે બેસ્ટ


By Smith Taral14, Mar 2024 02:33 PMgujaratijagran.com

જો તમને ગુજરાતી નાસ્તા ખાવાના શોખીન છો, તો તમે અમદાવાદની આ જગ્યાની મુલાકાત લઈ શકો છો. ફાફડા જલેબી થી લઈને ઢોકળા સુધી આ જગ્યા પર સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો મળે છે. ચાલો જાણીએ, અમદાવાદમાં કઈ છે આ જગ્યાઓ.

ફાફડા

ગુજરાતીઓને ફાફડાનું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે એમાં પણ જલેબી સાથે તે વધારે સ્વાદીષ્ટ લાગે છે.અમદાવાદમાં આ જગ્યાના ફાફડા જલેબી ટ્રાય કરો- ઓશવાલ, ઉસ્માનપુરા ચંદ્રવિલાસ, ગાંધી રોડ

ખાંડવી

ખાંડવી બાળકોને ખૂબ જ પસંદ હોય છે તે સોફ્ટ અને સ્વાદ માં ગળ્યું લાગે છે અને તેને સરળતાથી ખાઈ શકાય છે. અમદાવાદમાં શ્રેષ્ઠ ખાંડવી અહીંયા મળે છે - દાસ ખમણ, મલ્ટીપલ આઉટલેટ્સ લિજ્જત ખમણ, કાંકરિયા

ઢોકળા

ગુજરાતી નાસ્તામાં ઢોકળા ખૂબ જ લોકપ્રિય છે. દરેક ગુજરાતીને ઢોકળા ખૂબ જ ભાવે છે, આને લંચ ડિનર માં પણ સાથે ખાઈ શકે છે. અમદાવાદમાં બેસ્ટ ખાંડવી માટે આ જગ્યાની મુલાકાત લો - સ્વાતિ સ્નેક્સ, એલિસ બ્રિજ

થેપલા

થેપલા પણ ગુજરાતી નાસ્તામાં અત્યંત સ્વાદિષ્ટ નાસ્તો છે. દહીં, અથાણાં, ચટણી અને ચા સાથે થેપલા અદ્ભુત લાગે છે. - ટી પોસ્ટ, બહુવિધ આઉટલેટ્સ

ખમણ

ખમણ દેખાવમાં ઢોકળા જેવા જ હોય છે. તેને દાડમ, નાળિયેર અને સેવ જેવા ટોપિંગ સાથે પીરસવામાં આવે છે. - દાસ ખમણ, મલ્ટીપલ આઉટલેટ યોગેશ ખમણ, મલ્ટીપલ આઉટલેટ્સ

હાંડવો

આ વાનગી લિપ-સ્મેકીંગ અને હેલ્ધી છે. તેમાં ગાજર, વટાણા, બટાકા, ડુંગળી, કોબી જેવા વિવિધ શાકભાજી હોય છે. આ સવારમાં નાસ્તામાં કહેવા માટે ઘણું હેલ્ધિ છે. શિવરંજિનીમાં અમદાવાદમાં બેસ્ટ હેન્ડવો અજમાવો

હેલ્ધિ માનવામાં આવતા આ ખોરાક ખરેખરમાં છે અનહેલ્થી