ભુંગળા બટેટા બનાવવાની રીત, આ સરળ રેસીપી તમે ઘરે અજમાવો


By Vanraj Dabhi27, Nov 2023 12:49 PMgujaratijagran.com

ભુંગળા બટેટા માટે જરૂરી સામગ્રી

નાના બટેટા 8-10, લસણની કળીઓ 5-6, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી, ધાણા જીરું પાઉડર 1 ચમચી, હળદર 1-4 ચમચી, તેલ 2-3 ચમચી, હિંગ 1-4 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, આમચૂર પાઉડર 1-2 ચમચી, પાણી જરૂર મુજબ, કોથમીર સમારેલ 2-3 ચમચી, તળવા માટેના ભુંગરા 250 ગ્રામ, 1 મોટી ડુંગળી, 1 કપ ટામેટાની પ્યુરી.

સ્ટેપ- 1

એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું અને હિંગ નાંખો, થોડીવાર મિક્સ કરો અને પછી આદુ લસણની પેસ્ટ ઉમેરીને પકાવો.

સ્ટેપ- 2

સમારેલી ડુંગળી નાખીને વઘાર કરી લો અને પછી તેમા ટામેટાની પ્યુરી ઉમેરીને થોડીવાર પકાવો.

સ્ટેપ- 3

હવે તેમાં તમામ મસાલા જેવા કે હળદર, મરચું પાવડર, ધાણા અને ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

સ્ટેપ- 4

જ્યારે બધુ બરાબર મિક્સ થઈ જાય અને બફાઈ જાય, ત્યારે તેમાં બાફેલા બટાકા ઉમેરીને થોડીવાર મિક્સ કરો.

સ્ટેપ- 5

જ્યારે નાના બટાકા રંધાઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારીને બાજુ પર રાખો.

સ્ટેપ- 6

હવે એક કડાઈમાં ગરમ તેલ કરીને તેમાં કાચા ભુંગળા તળી લો.

સ્ટેપ- 7

બટાકા લસણ વાળી ચટણીમાં બરોબર ફ્રાય થઈ જાય એટલે ગેસ બંધ કરીને લીંબુનો રસને કોથમીર નાખી ગાર્નિશ કરો.

વાંચતા રહો

હવે તમારા ભુંગરા બટાકા તૈયાર છે, તમે આરામથી સર્વ કરી શકો છો.

ઓક્ટોબર મહિનામાં ક્રુડ ઓઈલની પ્રોસેસિંગમાં નજીવો વધારો થયો