ઓક્ટોબર મહિનામાં ક્રુડ ઓઈલની પ્રોસેસિંગમાં નજીવો વધારો થયો


By Nileshkumar Zinzuwadiya27, Nov 2023 08:15 AMgujaratijagran.com

ક્રુડ ઓઈલનું પ્રોસેસિંગ

પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતીય રિફાઈનર્સે ઓક્ટોબરમાં 20.6 મિલિયન મેટ્રીક ટન ક્રુડ ઓઈલનું પ્રોસેસિંગ કર્યું છે.

સમાન અવધિમાં પ્રોસેસ

ગત વર્ષની સમાન અવધિમાં પ્રોસેસ કરવામાં આવેલા 20.4 મિલિયન મેટ્રીક ટનની તુલનામાં તે 0.9 ટકા વધારે છે.

સરકારી માલીકીની ઓઈલ કંપની

સરકારી માલીકીની ઓઈલ કંપની તથા સંયુક્ત સાહસે 14.3 મિલિયન મેટ્રીક ટન ક્રુડ ઓઈલને પ્રોસેસ કર્યાં છું. જ્યારે પ્રાઈવેટ રિફાઈનર્સ દ્વારા 6.2 મિલિયન મેટ્રીક ટન ક્રુડ ઓઈલનું પ્રોસેસ કર્યું છે.

ઘરેલુ ક્રુડ ઓઈલનું ઉત્પાદન

ઓક્ટોબર મહિનામાં ઘરેલુ ક્રુડ ઓઈલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 1.2 ટકા વધીને 2.49 મિલિયન મેટ્રીક ટન થયું છે, સપ્ટેમ્બરમાં 2.43 MMTથી ઉત્પાદનમાં ક્રમિક રીતે 4.6 ટકાની વૃદ્ધિ થઈ.

કરવેરા મુદ્દે બ્રિટને ભારતીય વાહન ઉદ્યોગ પાસે માંગી મદદ