બટાકા અને વટાણામાંથી બનાવેલ શાક મોઢામાં પાણી લાવી દે તેવી ભારતીય રેસીપી છે, તે લંચ કે ડિનરમાં રોટલી, ચપાતી અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે ત્યારે તે સ્વાદિષ્ટ લાગે છે.
3/4 કપ તાજા લીલા વટાણા, 2 મધ્યમ બટાકા સમારેલા, 1/2 કપ ટામેટાં બારીક સમારેલા, 2 ચમચી તેલ, 1/4 ચમચી સરસવ, 1/2 ચમચી જીરું, 2 ચમચી ધાણા - જીરું પાવડર , 3/4 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 2 ચમચી કોથમરી બારીક સમારેલી, સ્વાદ મુજબ મીઠું, 3/4 કપ પાણી.
બટાકાને છાલ ઉતારીને પાણીથી ધોઈ લો. તેને 1/2 ઇંચના ટુકડામાં કાપો અને વટાણા ફોલીને દાણા કાઢી લો.
હવે મધ્યમ આંચ પર પ્રેશર કૂકરમાં 2 ચમચી તેલ ગરમ કરો અને તેમાં સરસવના દાણા, જીરું નાખીને સાંતળો.
જ્યારે જીરું આછું સોનેરી થવા લાગે ત્યારે તેમાં બારીક સમારેલા ટામેટાં ઉમેરીને તેને ચમચા વડે હલાવતા રહીને નરમ ન થાય ત્યાં સુધી પકાવો.
હવે તેમાં 2 ચમચી ધાણા-જીરું પાવડર, 3/4 ચમચી લાલ મરચું પાવડર અને 1/2 ચમચી હળદર પાવડર, સમારેલા બટેટા, લીલા વટાણા અને મીઠું નાખીને તેને 2-3 મિનિટ પકાવો.
હવે તમાં 3/4 કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરીને પ્રેશર કૂકરને ઢાંકણ વડે બંધ કરો અને મધ્યમ તાપ પર 2 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
હવે ગેસ બંધ કરી દો અને થોડીવાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ ખોલો. શાકભાજીને સારી રીતે મિક્સ કરો અને તેનો સ્વાદ લો. જો જરૂરી હોય તો, વધુ મીઠું ઉમેરો અને સારી રીતે હલાવો.
જો શાકમાં વધુ પડતું પાણી હોય તેને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો અને તેમાં સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને બટાકા વટાણા અને ટમેટાનું શાક સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.