નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી આવેલી છે. જે ચારેબાજુ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલી છે.
સાતપુડાની રમણીય પર્વતમાળાઓ વચ્ચે સ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો નજારો ચોમાસામાં જોવાલાયક હોય છે. નર્મદા નદી આ દૃશ્યને ચાર ચાંદ લગાવી દે છે.
સરદાર પટેલની આ વિશાળ પ્રતિમા આકાશને સ્પર્શતી હોય છે ત્યારે તે વાદળો સાથે વાતો કરતી હોય તેવું અદભૂત દ્રશ્ય સર્જાય છે.
ઝરમર વરસતા વરસાદ, ચારે બાજુ ચાલ્યા જતા સફેદ વાદળો અને રેવા નદી આ અદભૂત સંગમ જોઈને દિલ ખુશ થઈ જાય છે.
ચોમાસા દરમિયાન નર્મદામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ત્યારે સ્ટેચ્યુ ઑફ યુનિટીનો નજારો એકદમ મેજિક જેવો લાગે છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગરમાં આવેલું છે. ચોમાસાની આ ઋતુમાં અહીં વરસાદની મજા માણવા માટે અનેક પ્રવાસીઓ આવે છે. તમે આ ચોમાસામાં ચોક્કસથી મુલાકાત લો.