ગુજરાતના આ સ્થળોએ માણો ચોમાસાનો આનંદ


By Kajal Chauhan02, Jul 2025 05:08 PMgujaratijagran.com

કાળઝાળ ગરમી પછી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો હિલ સ્ટેશન પર ચોમાસાની મજા લેવા માટે ગુજરાતમાં વિવિધ સ્થળોની મુલાકાત લેતા હોય છે. આવો જાણીએ ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જે ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે.

પોલો ફોરેસ્ટ

સાબરકાંઠામાં આવેલું પોલો ફોરેસ્ટ વરસાદની મોસમમાં ફરવાલાયક બેસ્ટ સ્થળ છે. અહીં રાત્રિ માટે તમે કેમ્પ કરી શકો છો અને રિસોર્ટ્સમાં પણ રોકાઈ શકો છો.

સાપુતારા

સાપુતારા ગુજરાતનું એક સુંદર હિલ સ્ટેશન છે. ચોમાસા દરમિયાન સાપુતારાની સુંદરતા ચાર ગણી વધી જાય છે. ધુમ્મસથી ઘેરાયેલું અને ઝરમર ધોધ વચ્ચે હરિયાળીના દ્રશ્યો રમણીય લાગે છે. અહીંનો ગીરા ધોધ આ સમયે સોળે કળાએ ખીલી ઉઠે છે.

નર્મદા

નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે જે મધ્યપ્રદેશમાંથી નીકળે છે. ગુજરાતનો આ જિલ્લો પણ ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ઝરવાણી અને ટુંગાઈ હિલ્સ જેવા ફરવાલાયક સ્થળો છે.

ગિરનાર

ગિરનાર એ જૈન અને હિંદુ બંને ધર્મ માટે પવિત્ર સ્થળ છે. અહીંના પર્વત અને તેની આસપાસના મનોહર દૃશ્યો નેચર ફોટોગ્રાફી માટે પરફેક્ટ સ્થળ છે. સાથે જ વરસાદ દરમિયાન અહીંનું વાતાવરણ આહલાદક બની જાય છે. વાદળો અને ડુંગરો એકબીજા સાથે વાત કરતાં નજરે પડે છે.

પાવાગઢ

પાવાગઢ ગુજરાતનું પોપ્યુલર ટુરીસ્ટ ડેસ્ટીનેશન છે. વાદળોની વચ્ચે પાવાગઢ ડુંગર ઢંકાયો હોય તેવા સુંદર દ્રશ્યો જોવા મળતા હોય છે.. વરસાદી વાતાવરણમાં અદભુત નજારો જોવા મળે છે. વાદળો પાવાગઢના ડુંગરને અડીને પસાર થઈ રહ્યાં છે તેવું લાગે છે.

Jhansi: ઝાંસીના આ સુંદર સ્થળોની મુલાકાત લો