એકદમ નવી રેસિપી : બાળકોના લંચ બોક્સ માટે પરફેક્ટ રેસિપી અજમાવો


By Vanraj Dabhi08, Feb 2024 01:04 PMgujaratijagran.com

બાળકોના લંચ બોક્સની રેસિપી

તમારું બાળક દરરોજ નવી રેસિપી લંચ બોક્સમાં માંગતું હોય તો આ યુનિક અને એકમદ સરળ રેસિપી ચોક્કસ ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

લીલા વટાણા,બટાકા,ડુંગળી,આદું,કોથમરી,ગરમ મસાલો,ધાણા-જીરું,મીઠું,ચાટ મસાલો,ચિલી ફ્લેક્સ,મેંદાનો લોટ,સફેદ તલ,કોલોંજી,તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ બટાકા,બટાણાને બાફીને એક બાઉલમાં મેશ કરી લો.

સ્ટેપ- 2

હવે તેમાં સમારેલી ડુંગળી,આદુની પેસ્ટ,કોથમરી,ગરમ મસાલો,ધાણા-જીરું,મીઠું,ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 3

હવે આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવીને ટીક્કી જેવો આકાર આપો.

સ્ટેપ- 4

હવે એક બાઉલમાં મેંદાનો લોટ,ચિલી ફ્લેક્સ,કલોંજી,કોથમરી,મીઠું અને પાણી ઉમેરીને બેટર બનાવો.

સ્ટેપ- 5

હવે બેટરમાં ટિક્કીને કોટ કરી અને એક કડાઈમાં તેલ ગરમ કરીને ફ્રાય કરી લો.

સર્વ કરો

બાળકોના લંચ માટે ટિક્કી નાસ્તો તૈયાર છે, તમે તેને સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ક્રંચી ભીંડાનું શાક : આ રીતે ઘરે ભીંડાનું કરકરું શાક બનાવો