દાલ વડા સાથે ખાવા માટે ટેસ્ટી ચટણી આ રીતે બનાવવો


By Vanraj Dabhi16, Dec 2023 05:39 PMgujaratijagran.com

ચટણી બનાવવા માટેની સામગ્રી

1 ચમચી તેલ, 2 સમારેલા ટામેટા, 2 સૂકા લાલ મરચાં, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી ચણા દાળ, 1 ચમચી આમલીનો પલ્પ, 1 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ દાણા, 2 ચપટી હીંગ, મીઠો લીંબડો.

દાલ વડાની ચટણી બનાવવાની રીત

મસાલા દાલ વડા સાથે ચટણી પીરસવામાં આવે છે તેથી ટચાકદાર ચટણી ઘરે બનાવવા માટેની રીત આવો જાણીએ.

સ્ટેપ- 1

સૌપ્રથમ એક ગેસ પર પેન મૂકો તેમાં 1 ચમચી તેલ ગરમ કરો અને તેમાં બે ઝીણી સમારેલી ડુંગળી નાખો અને સોનેરી થાય ત્યાં સુધી સારી રીતે ફ્રાય કરો.

સ્ટેપ- 2

ડુંગળી થોડી સોનેરી થાય પછી તેમાં ચાર સૂકા લાલ મરચા નાખીને વઘાર કરો.

સ્ટેપ- 3

ડુંગળી સોનેરી થઈ જાય પછી, તેમાં બે સમારેલા ટામેટાં, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી ચણાની દાળ ઉમેરો. બધી વસ્તુઓ નરમ ન થાય ત્યાં સુધી સારી રીતે પકાવો.

સ્ટેપ- 4

ટમેટાં થોડા પાકી જાય પછી તેમાં 1 ચમચી આમલીનો પલ્પ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 5

આ બધી વસ્તુઓ નરમ થઈ જાય પછી ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો, ત્યારબાદ એક મિક્સરમાં આ ચટણીનું મિશ્રણ નાખીને ઝીણી પેસ્ટ બનાવીને ચટણીનો વઘાર કરવા માટે ગેસ પર એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો.

સ્ટેપ- 6

તેલ ગરમ થાય પછી તેમાં ચમચી રાઈ, બે ચપટી હિંગ, મીઠા લીમડાના પાંદડા નાખો અને ગેસ બંધ કરીને તૈયાર કરેલી ચટણી પર આ વઘાર રેડો.

સર્વ કરો

હવે તમારા પરફેક્ટ મસાલા વડા અને ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર છે તમે પરિવાર સાથે બેસીને તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભાવનગરી ગાંઠિયા રેસીપી : આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી અને ક્રન્ચી ભાવનગરી ગાંઠિયા ઘરે બનાવો