ભાવનગરી ગાંઠિયા રેસીપી : આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી અને ક્રન્ચી ભાવનગરી ગાંઠિયા ઘ


By Vanraj Dabhi16, Dec 2023 04:51 PMgujaratijagran.com

સામગ્રી

એક કપ ચણાનો લોટ, 1-4 કપ પાણી,1-4 કપ તેલ, 1 ચમચી હળદર, 1-2 ચમચી મીઠું, 1-4 ચમચી પાપડ ખારો, તળવા માટે તેલ.

બનાવવાની રીત સ્ટેપ- 1

સૌ પ્રથમ હેન્ડ બ્લેન્ડરમાં તેલ પાણીને સારી રીતે ફીણી લીધું. એકદમ વ્હાઇટ અને ફલફી થાય ત્યાં સુધી.

સ્ટેપ- 2

એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લો ત્યારબાદ તેમાં મીઠું,હળદર અને પાપડ ખારો એડ કરી સરખી રીતે મિક્સ કરી તેલ પાણીનું મિક્સચર ઉમેરીને ઢીલો લોટ જેવું બાંધી લો.

સ્ટેપ- 3

મરી અને અજમો એડ કરવો હોય તો એડ કરી શકો છો.

સ્ટેપ- 4

હવે સેવ પાડવાના સંચાને અને મોટા કાણા વાળી જારીને તેલ લગાવી ગ્રીસ કરી લો અને તેલ ગરમ કરવા મુકો.

સ્ટેપ- 5

બધો લોટને સંચામાં ભરીને ગરમ તેલમાં ગાંઠિયા પાડીને સારી રીતે તળી લો.

સ્ટેપ- 6

હવે ઝારા થી નિતારીને બહાર કાઢી લો, ભાવનગરી ગાંઠિયા તૈયાર છે.

સર્વ કરો

ભાવનગરી ગાંઠિયા તૈયાર છે તમે તેને મરચા,ડુંગળી,કઢી,ચટણી વગેરે સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

તમે પણ ઘરે આ રીતે ગાંઠિયા બનાવી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મેથી-કેરી આચાર : કાચી કેરી અને મેથીનું અથાણું ઘરે બનાવવાની રેસીપી