લોકો કેપ્સિકમને શાકભાજીમાં ઉમેરીને અથવા ચટણી બનાવીને ખાવાનું પસંદ કરે છે.પરંતુ તે ડાયાબિટીસની સાથે સાંધાના દુખાવામાં રાહત આપે છે.
તેના ઉપયોગથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તે શરીરના કોઈપણ બાહ્ય ભાગમાં થતા દુખાવાથી તાત્કાલિક રાહત આપવાની ક્ષમતા ધરાવે છે.
જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમે કેપ્સિકમની ચટણી ખાઈ શકો છો, તે શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે.
કેપ્સિકમની ચટણી બનાવવા માટે 2-3 લીલા મરચાં, 1 કેપ્સિકમ, થોડું તેલ,1 કપ કોથમીર, 1 કપ ફુદીનો, 3-4 લસણની કળી, 1 કટકો આદુ લો.
લીંબુનો રસ,ચાટ મસાલો 1 ચમચી, કાળું મીઠું અડધી ચમચી, શેકેલું જીરું 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, દહીં 2 ચમચી અને બરફનું પાણી અડધો કપ ઉમેરો.
કેપ્સિકમની ચટણી બનાવવા માટે સૌપ્રથમ કોથમીર અને ફુદીનો લો. કોથમીર અને ફુદીનો ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે.
ત્યાર બાદ કેપ્સિકમના નાના ટુકડા કરી લો . તેને કટીંગ કર્યા પછી બધી વસ્તુઓને મિક્સસરમાં નાખો.
પછી તેને મિક્સરમાં સારી રીતે પીસી લો. તમારી કેપ્સિકમની ચટણી ખાવા માટે તૈયાર છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.