ભવનાથમાં મહા શિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી, દેશભરના સાધુ અને ભક્તો ઉમટ્યા


By Kishan Prajapati18, Feb 2023 06:26 PMgujaratijagran.com

સેવા-ભોજન

ભવનાથના મેળામાં સાધુ-સંતોએ પણ દુઃખીયા-ગરીબોની સેવા અને ભોજન માટે આહેલક જગાવી હતી.

અન્નક્ષેત્ર

૧૧૫ વર્ષથી ધોરાજીના સંત રત્ના બાપાની હયાતીથી આજે તેમની ચોથી પેઢીએ પ્રફુલદાસ બાપુ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે.

સ્વયંસેવકોની સેવા

અહીંયા 300થી વધુ સ્વયંસેવકો અવિરત સેવા આપી રહ્યા છે

દરરોજ મિષ્ઠાન પીરસાય છે

દરરોજ ચણાના લોટના લાસા લાડવાની સાથે જુદા-જુદા દિવસે ચૂરમાના લાડુ, મોહનથાળ, જાંબુ, માંડવી પાક, ગાજરનો હલવો જેવી મીઠાઈ પીરસવામાં આવે છે.

એક મહિના પહેલાં તૈયારી શરૂ કરાય છે

મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર શરૂ કરવા માટે એકાદ મહિના અગાઉ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

રવિવારે ભૂલથી પણ ન કરશો આ કામ