PM મોદીના લોકપ્રિય રેડિયો શો 'મન કી બાત'ના 100 એપિસોડ પૂરા થશે. આ પ્રસંગે સરકાર 100 રૂપિયાનો સિક્કો જારી કરશે
આ સિક્કા પર 'મન કી બાત 100' લખેલું હશે. આ ઉપરાંત સિક્કા પર માઈક્રોફોન પણ બનેલો હશે અને 2023 અંકિત હશે.
PM મોદીના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત'નો 30મી એપ્રિલના રોજ 100મો એપિસોડ પ્રસારીત થશે.
રૂપિયા 100ના સિક્કો 44 મિલીમીટર ગોળાઈ ધરાવતો હશે. તેમા ચાર ધાતુ-રજત, તાંબુ, નિકલ તથા જસતનું મિશ્રણ હશે. તથા સિક્કાના મધ્યભાગમાં અશોક સ્તંભનો સિંહ હશે અને નીચે સત્યમેવ જયતે લખેલું હશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતના 100 એપિસોડ માટે ભાજપે વિશેષ તૈયારી શરૂ કરી છે. પક્ષ એક લાખથી વધારે બૂથ બનાવશે. આ સિક્કાનો કુલ વજન 35 ગ્રામ હશે.