અદાણી ગ્રુપશેરોમાં તાજેતરમાં જે મંદી જોવા મળી હતી, તેને હવે બ્રેક લાગતી જણાય છે
ગુરુવારે અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડપણ હેઠળની 10 પૈકી 6 કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી.
સૌથી વધારે તેજી અદાણી પાવરના શેરોમાં જોવા મળી હતી. તે પોતાની અપર સર્કિટની મર્યાદાને સ્પર્શ કરી બંધ રહ્યો હતો.
અદાણી પાવરના શેર 4.99 ટકા વધી રૂપિયા 196.65 અને અદાણી પોર્ટ્સ 1.46 ટકા તેજી સાથે બંધ રહ્યો
આ ઉપરાંત અદાણી વિલ્મરના શેર 0.67 ટકા, અદાણી ગ્રીન એનર્જીના શેર 0.13 ટકા તેજી સાથે બંધ રહ્યા હતા. એનડીટીવી 0.22 ટકા વધી બંધ રહ્યો હતો.