સરકારે ઈ-કોમર્સ મંચ પર ડાર્ક પેટર્ન પર મુક્યો પ્રતિબંધ


By Nileshkumar Zinzuwadiya03, Dec 2023 04:59 PMgujaratijagran.com

ડાર્ક પેટર્ન

સરકારે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ઈ કોમર્સ મંચ પર ડાર્ક પેટર્નનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો છે.

ગેઝેટ અધિસૂચના ઈશ્યુ

CCPAએ 30 નવેમ્બરના રોજ આ અંગે ડાર્ક પેટર્ન અટકાવ અને વિનિયમન દિશા નિર્દેશ માટે ગેઝેટ અધિસૂચના ઈશ્યુ કરી છે.

વસ્તુઓ અને સેવાઓ

આ બાબત ભારતમાં વસ્તુઓ અને સેવાઓને રજૂ કરવાના તમામ મંચો અને માર્કેટીંગ રજૂકર્તા તથા વિક્રેતાઓને પણ લાગૂ થશે.

ઈ-કોમર્સની વૃદ્ધિ

ઈ-કોમર્સની વૃદ્ધિ સાથે જ ગ્રાહકોની તેમની ખરીદીના વિકલ્પો તથા વ્યવહારમાં હેરાફરી માટે મંચો દ્વારા ડાર્ક પેટર્નનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

FPIએ નવેમ્બરમાં શેરબજારમાં રૂપિયા 9 હજાર કરોડની ખરીદી કરી