બે મહિના સુધી ચોખ્ખી વેચવાલી કર્યાં બાદ વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)એ નવેમ્બર મહિનામાં ફરી એક વખત ભારતીય શેરબજારમાં ખરીદી શરૂ કરી છે.
FPIએ નવેમ્બર મહિનાની અવધિમાં ભારતીય શેરબજારમાં રૂપિયા 9,000 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે ડેટ માર્કેટમાંથી રૂપિયા 14,860 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે FPIએ ઓક્ટોબર મહિનામાં રૂપિયા 24,548 કરોડની જ્યારે સપ્ટેમ્બર મહિનામાં રૂપિયા 14,767 કરોડની વેચવાલી કરી હતી.
અલબત FPIએ માર્ચથી ઓગસ્ટ સુધીના સમય ગાળા દરમિયાન ભારતીય ઈક્વિટીમાં ખરીદી કરી છે અને છ મહિનામાં રૂપિયા 1.74 લાખ કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું હતું