ભારતીય ફેક્ટરીઓમાં દરરોજ થાય છે સરેરાશ 3 શ્રમિકોના મોત


By Nileshkumar Zinzuwadiya02, Dec 2023 04:03 PMgujaratijagran.com

વધારે કિસ્સા પાંચ રાજ્યમાં

વર્ષ 2021માં ફેક્ટરીઓમાં ઈજાને લીધે 988 શ્રમિકો પૈકી 70 ટકાથી વધારે કિસ્સા પાંચ રાજ્યમાં નોંધાયા છે. વર્ષ 2021માં ગુજરાતમાં ફેક્ટરીમાં સૌથી વધારે 235 શ્રમિકો મૃત્યુ પામ્યા હતા

રજિસ્ટર્ડ ફેક્ટરીઓ

વર્ષ 2021માં સરકારમાં રજિસ્ટર્ડ ફેક્ટરીઓમાં ઓછામાં ઓછા 3,791 કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2017માં કાર્યના સ્થળે ઈજાને લીધે 1,984 શ્રમિકોએ જીવ ગુમાવેલો.

કયા રાજ્યમાં કેટલા મૃત્યું

કુલ મૃત્યુ પૈકી મહારાષ્ટ્રમાં 180 શ્રમિકો, તમિલનાડુમાં 147 શ્રમિકો, આંધ્ર પ્રદેશમાં 65 અને છત્તીસગઢમાં 82 મોત થયું હતું.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં દરરોક કામ કરવા સંબંધિત દુર્ઘટનામાં આશરે 6,000 લોકો મૃત્યુ પામે છે.

દેશમાં ચાનું ઉત્પાદન ઓક્ટોબર મહિનામાં 12 ટકા વધ્યું