સવારે ખાલી પેટે આમળાનો રસ પીશો તો શું થશે?


By Vanraj Dabhi26, Jul 2025 10:19 AMgujaratijagran.com

આમળાનો રસ

આમળા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તમે રોજ સવારે તેનો રસ પી શકો છો. ચાલો જાણીએ ખાલી પેટ આમળાનો રસ પીવાના ફાયદા વિશે.

વાળ માટે ફાયદાકારક

આમળાનો રસ પીવાથી તમારા વાળ સ્વસ્થ રહે છે. તે વાળને લાંબા અને જાડા બનાવે છે. તે તેમને અકાળે સફેદ થતા અટકાવે છે.

શરીર ડિટોક્સ કરે છે

સવારે ખાલી પેટે આમળાનો રસ પીવાથી તમારા શરીરને ડિટોક્સિફાઇ થાય છે. તે શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને દૂર કરે છે.

પાચન સુધારે છે

ખાલી પેટે આમળાનો રસ પીવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

આમળામાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. ખાલી પેટે તેનો રસ પીવાથી શરીર રોગોથી બચાવે છે.

વજન ઘટાડે છે

વિટામિન સીથી ભરપૂર આંબળાનો રસ પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે. દરરોજ સવારે તેનું સેવન કરો.

બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે નિયમિત આ હર્બલ ટી પીવો