બાળકોને શરૂઆતથી સારી આદતો કેળવવી ખુબ જ જરૂરી છે. તેથી અહીં, કેટલાક સારા ગુણોની વાત છે જે દરેક માતા-પિતાએ બાળકોને શીખવવી જરૂર છે.
જો મહેમાન ઘરમાં આવે અને બાળક શરમાવા લાગે તો તે ખરાબ વ્યવ્યહાર માનવામાં આવે છે. આ માટે તમારા બાળકને શિખવવું જોઈએ કે, કોઈ મહેમાન આવે એટલે હસીને મહેમાનને નમસ્કાર કરીને હેલ્લો કહેવું જોઈએ.
બાળકોને શિખવવું જોઈએ કે, કંઈ વસ્તુ માંગીએ ત્યારે કૃપા કરીને માંગવું જોઈએ અને કોઈ આપણી ઉપર ઉપકાર કરે તો તમનો આભાર માનવો જરૂરી છે.
બાળક કોઈની વાત શાંતિથી સાંભળે નહી અને પોતાની જ વાત કરવા લાગે તો એ ખરાબ આદત કહેવાય છે. જે બાળક બીજાની વાત સારી રીતે સાંભળે તો તેની સમજવાની ક્ષમતા વધે છે.
બાળકને શિખવવું જોઈએ કે, કોઈ ભૂલ થયા તો તેમણે પોતાની ભૂલ સમજીને માફી માંગવી જોઈએ. આ શિખવવાથી બાળકો દયા અને શિષ્ટાચારની ભાવના વધે છે.
આપણે બાળકોને પોતાની વસ્તુ બીજાને આપવાની ભાવના શિખવવી જોઈએ. જેનાથી બાળકોનો સ્વભાવ મિલનસાર બને છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.