ચહેરો સાફ રહે તે માટે આપણે ઘણા ફેસવોશ અન ક્રીમનો ઉપયોગ કરતા હોઈએ છે. ઘણીવાર ઘરેલું ઉપચાર કરીને પણ સ્કીનકેર કરીએ છે, આમાં કાચું દૂધનો ઉપયોગ કરવો પણ ફાયદાકારક છે. પરંતુ તેને સાચી રીતે લગાવવું જરૂરી છે. આવો જાણીએ કાચું દુધ લગાવાની રીત વિશે
કાચું દુધ એક મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે, આને ચહેરા પર લગાવવાથી સ્કીન અંદર સુધી સારી રીતે મોઈશ્ચરાઈઝ થાય છે
કાચા દુધને તમે ટોનર તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો, આ તમને ડ્રાય સ્કીનમાંથી છુટકારો અપાવે છે અને ત્વચાને મુલાયમ રાખે છે
ટોનર બનાવા માટે 2 ચમચી દુધ અને થોડા ગુલાબજળના ટીપાં ઉમેરીને કોટન બોલની મદદથી ચહેરા પર લગાવો
કાચા દુધનો ઉપયોગ તમે સ્કીન એક્ફોલીયેટ કરવામાં પણ કરી શકો છો, આનાથી ચહેરા પરની ડેડ સેલ્સ દૂર થઈ ચહેરા પર નિખાર આવે છે
દુધમા કોફી અને ઓટ્સ પાવડર મેળવીને તેનો સ્ક્રબ તૈયાર કરો. હવે આ મીક્ષરને હળવા હાથે મોંઢા પર સ્ક્રબ કરો.
કાચા દુધમાં બેસન અને હળદર અને મધ નાખીને ફેસ પેક તૈયાર કરી લો. આને ફેસ પર 15 મિનીટ સુધી લગાવી રાખી ધોઈ લો
આ રીતે કાચું દૂધ લગાવવાથી ચહેરો ચમકદાર બને છે અને સ્કીન ગ્લોઈંગ રહે છે.