Muthiya Recipe: અડવીના પાત્રાના મુઠીયા બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi29, Aug 2024 11:32 AMgujaratijagran.com

અડવીના પાત્રાના મુઠીયા

તમે મેથીના મુઠીયા તો ખાધા હશે આજે અમે તમને દૂધીના મુઠીયાની રેસીપી જણાવીશું,નોંધી લો સરળ રેસીપી.

સામગ્રી

અડવીના પાન, દુધી, બાજરી અથવા જુવારનો લોટ,બેસન, લીંબુનો રસ,ઘઉંનો લોટ, હિંગ, તેલ,આદુ મરચાની પેસ્ટ, મીઠું, તલ, અજમો,હળદર, મરચું પાઉડર,ધાણા જીરું, ગોળ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ દુધીની છાલ ઉતારીને ખમણી લો અને અડવીના પાન ધોઈને સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ખમણેલી દૂધી, સમારેલી અડવીના પાન, લસણની પેસ્ટ વગેરે સામગ્રી ઉમેરીને બધું મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમા ચણાનો લોટ, ઘઉંનો લોટ,થોડો બાજરી અને જુવારનો લોટ ઉમેરીને મિક્સ કરીને તેમાં પાણી નાખીને સારી રીતે લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે હાથમાં તેલ લગાવી લોટમાંથી મુઠીયા વાળીને પછી ઢોકળીમાં આ મુઠીયાને બાફી લો.

સ્ટેપ-5

હવે આ મુઠીયાના ટુકડા કરી તેને કડાઈમાં રાઈ, જીરુ, મીઠો લીમડો, સફેદ તલ ઉમેરી મુઠીયાના ટુકડા ઉમેરી વઘારી લો.

સર્વ કરો

તૈયાર છે દૂ અડવીના પાત્રાના મુઠીયા, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Rava Sheera Recipe: રવાનો શીરો બનાવવાની પરફેક્ટ રીત