- કેલ્શિયમ - ઝિંક - કોપર - એન્ટિઓક્સિડેન્ટ્સ - એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ
ગિલયોનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. હાઇ બીપીમાં તમે આનું સેવન કરી શકો છો, પરંતુ લો બ્લડ પ્રેશરની સમસ્યામાં આનો ઉપયોગ કરવાથી નુકસાન પણ થઇ શકે છે.
ગિલોય હાઇ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ ખૂબ જ મદદ કરે છે. આનો જ્યૂસ પીવાથી એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે સાથે જ લોહીના ગઠ્ઠા બનવાનું જોખમ પણ ઓછું રહે છે.
વજન વધવાથી હાર્ટની સમસ્યાનું જોખમ પણ વધી જાય છે. એવામાં ગિલોયનું સેવન કરવાથી મેટાબોલિઝમની પ્રક્રિયા ઝડપી બને છે, જેનાથી વજન ઘટે છે.
શરીરમાં બ્લડ ક્લોટિંગ એટલે કે લોહીના ગઠ્ઠા જામી જવાથી હાર્ટ સ્ટ્રોક અથવા અટેક આવવાની સંભવાના વધે છે. આમા ગિલોયનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી બ્લડ સર્ક્યુલેશન વધવાની સાથે બ્લેડ ક્લોટિંગનું જોખમ પણ ઘટે છે.
ગિલોયના સેવનથી હાર્ટને ઘણાં ફાયદા મળે છે. આના સેવનથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝની સાથે સાથે હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું જોખમ ઘટે છે.