ઉધઈ મોટે ભાગે લાકડાની વસ્તુઓ જેમ કે અલમારી, દરવાજા, બારી, ફર્નિચર અને ટેબલ વગેરે કોતરી ખાય છે, તેનાથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલું નુસખા અમે જણાવીશું.
લીમડાના તેલને સ્પ્રે બોટલમાં ભરીને ઉધઈ ગ્રસ્ત વિસ્તાર પર છાંટો, આનાથી ઉધઈથી છુટકારો મેળવી શકો છો.
વિનેગર અને લીંબુનો રસ મિક્સ કરીને સ્પ્રે કરવાથી ઉધઈનો નાશ થાય છે.
નારંગીના તેલમાં ડી-લિમોનીન નામનું વિશેષ તત્વ હોય છે. તેથી આ તેલ ઉધઈની સમસ્યાથી સરળતાથી અને ઝડપથી છુટકારો મેળવી શકો છો.
ઉધઈને ભેજ વાળી કે અંધારાવાળી જગ્યા પસંદ હોય છે, તેથી તમે ઉધઈથી છુટકારો મેળવવા માટે ફર્નિચર અને ટેબલ સૂર્યપ્રકાશમાં રાખી શકો છો.
કાર્ડબોર્ડની ગંધ ઉધઈને જરાય ગમતી નથી. આનો ઉપયોગ કરીને ઉધઈને ફેલાવતા અટકાવી શકાય છે.
એક સ્પ્રેવાળી બોટલમાં બોરિક પાવડર અને પાણી મિક્સ કરો. આ લીક્વીડને ઉધઈ આવી હોય તે જગ્યાએ સારી રીતે છાંટી દો. આ ઉપાયથી તમે ઉધઈથી કાયમી રાહત મેળવી શકો છો.
લવિંગના તેલના લગભગ 6 ટીપાં લો અને તેને એક કપ પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં મૂકો. આ સ્પ્રેથી ઉધઈ પણ મરી જાય છે.
આ માટે એક કપ પાણીમાં ઓછામાં ઓછા 8 ટીપાં લસણનું તેલ અને 2 ટીપા લીમડાનું તેલ ઉમેરો. તેને સ્પ્રે બોટલમાં ભરીને ઉધઈ પર છાંટો.
સાબુવાળું પાણી પણ ઉધઈને ભગાડી શકે છે. આ માટે 8 કપ પાણીમાં 6 ચમચી લિક્વિડ સોપ મિક્સ કરીને ઉધઈ પર છાંટો.
પેટ્રોલિયમ જેલીને જ્યાં વધું ઉધઈ આવતી હોય તેવી જગ્યા પર લગાવો, આની ગંધથી ગૂંગળામણને કારણે ઉધઈ મરી જાય છે.