ઘરો અને દુકાનોમાં ઉંદરો ઘૂસી જવાની એક સમાન્યા સમસ્યા છે. ઉંદર માત્ર વસ્તુઓને કોતરીને નુક્સાન જ નથી પહોંચાડતા, પરંતુ તે બીમારીઓ પણ ફેલાવે છે.
ઘરમાં ઉંદર અનેક કારણોસર આવી શકે છે. મોટાભાગે ઉંદર ઘરની દીવાલો તેમજ વૃક્ષમાં દર પાડીને તેમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે અને સામાન્ય રીતે ગંદકી ધરાવતી જગ્યાએ તે વધારે જોવા મળે છે.
રસોડામાં રહેલ લવિંગ ઉંદરને ભગાડવાના કામમાં આવી શકે છે. લવિગની દુર્ગંધ ઉંદરને પસંદ નથી હોતી. આથી જો તમે લવિંગને વાટીને તેમાં પાણી મિક્સ કરીને ઉંદરના ઉપદ્રવ વાળી જગ્યા પર છાંટી શકો છો.
ઉંદરને ભગાડવા માટે કાળા મરી ઉત્તમ ઉપાય છે. આથી કાળા મરીને વાટીને તેને ઉંદરનો ઉપદ્રવ જ્યાં વધુ થતો હોય ત્યાં મૂકી દો. તેની દુર્ગંધ માત્રથી ઉંદરો દૂર ભાગશે.
ઉંદરને ડુંગળીની વાસ પણ નથી ગમતી. એવામાં તમે કાપેલી ડુંગળીને એવી જગ્યાએ મૂકી શકો છો, જ્યાં ઉંદર વારંવાર દેખાતા હોય. જેનાથી ઉંદર દૂર ભાગી જશે.
ફૂદીનાની મદદથી તમે ઉંદરને ભગાડી શકો છો. ફૂદીનાના પાનને તમે ઉંદરનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ મૂકી દો. જેની તીવ્ર દુર્ગંધથી ઉંદર દૂર ભાગશે.
જે જગ્યા પર વારંવાર ઉંદર દેખા દેતા હોય, ત્યાં તમે ફટકડીનો પાવડર નાંખી દો. આ ઉપરાંત ફટકડીનું પાણી પણ ઉંદરના ઉપદ્રવ વાળી જગ્યાએ નાંખી શકાય છે.