ઘરમાં રહેલાં કેટલાક મસાલાની મદદથી તમે પેટ સંબંધી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો છો. આ મસાલા ગેસને લીધે પેટમાં થતી સોજાની સમસ્યામાંથી આરામ આપી શકે છે.
ગેસની સમસ્યામાં ઇલાયચીનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. આ મસાલા માત્ર ગેસ જ નહીં પણ પેટના અલ્સરને ઠીક કરવા પેટની સમસ્યાને પણ દૂર કરે છે.
જીરાનું સેવન કરવાથી અન્ન નળી સાફ થાય છે. જે પાચનતંત્રમાં થતી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે. તેને ક્રશ કરીને છાશમાં મિક્ષ કરીને પીવાથી ગેસ જેવી સમસ્યા થતી નથી.
વરિયાળીનું સેવન કરવાથી કબજિયાત અને એસિડ રિફ્લેક્સની સમસ્યા થતી નથી. આનું સેવન કરવાથી અપચો અને સોજાને લીધે પેટ સંબંધી ઘણી સમસ્યામાં આરામ મળે છે.
સૂંઠમાં એન્ટીમેટિક અને કર્મિનેટિવ ગુણ ભરપૂર માત્રામાંહોય છે. જે કબજિયાત અને ગેસ જેવી સમસ્યામાં ફાયદાકારક હોય છે. સૂંઠનું સેવન કરવાથી સોજાની સમસ્યા પણ રહેતી નથી.
પેટ સંબંધી ઘણી સમસ્યાઓમાં હળદરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એક ગ્લાસ પાણીમાં 2 નાની ચમચી હળદર મિક્ષ કરીને પીવાથી ગેસને લીધે પેટમાં સોજાની સમસ્યા થતી નથી.