ગર્ભાશયને સ્વસ્થ બનાવવા માટે તમારે વિટામિન ડી, ઓમેગા 3, એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ. આ વિટામીન કયા ફૂડમાંથી મળે છે તે અમે તમને જણાવીએ.
ડેરી પ્રોડક્ટમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન ડી મળે છે. જે યૂટ્રીન ફાઇબ્રોઇડના જોખમને ઘટાડે છે. પોતાના ડાયટમાં તમારે ડેરી પ્રોડક્ટને સામેલ કરવા જોઈએ.
ફાઇબર યુક્ત ફૂડ લેવાથી શરીરના દરેક વિષાક્ત પદાર્થને બહાર નીકળે છે. બીન્સ, ફળ અને હોલ ગ્રેનનું સેવન કરવું.
ગ્રીન ટીમાં એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે તે ફાઇબ્રોઇડ્સના જોખમને ઓછું કરે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી વેઇટ લોસ કરવામાં પણ મદદ મળે છે.
યૂટ્રસને હેલ્થી રાખવા માટે તમારે લિંબુ પાણી પીવું જોઈએ. તેમાં વિટામિન સી હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને સારી રાખે છે.
માછલી ખાવી અને જો તમે વેજિટેરિયન હોય તો ઓમેગા 3ની ગોળીઓ ડૉક્ટરની સલાહ મુજબ લઈ શકાય છે.
આનાથી બોડીમાં ગુડ કોલેસ્ટ્રોલ બને છે. તેનાથી પ્રીમેચ્યર બેબી થવાનો ખતરો ઓછો થઈ જાય છે. કાજૂ, ફ્લેક્સ સીડ્સ અને બદામનું સેવન કરવું.
નિયમિત રીતે ફળ અને લીલા શાકભાજી ખાવા. તેમાં વિટામિન સી, બાયો ફ્લેવેનોઇડ, મિનરલ અને ફોલિક એસિડ જેવા પોષક તત્ત્વો હોય છે.