ગરમીમાં છાશ સૌને માટે પસંદગીનું ડ્રીંક છે. છાશમાં વિટામીન A, B,C અને E ભરપૂર પ્રમાણમાં હોય છે.
છાશમાં જોવા મળતા પ્રોબાયોટિક્સ પેટના સોજા અને કબજિયાતને ઘટાડે છે અને પાચનને વધારે છે
છાશ પીવાથી ઈમ્યુનિટી વધે છે. રોગો સામે લડવામાં મદદ મળે છે.
છાશ એક ઉત્તમ હાઈડ્રેશનનો સોર્સ છે. છાશમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. માટે શરીરમાં પાણીની અછત સર્જાતી નથી.
છાશમાં કેલ્શિયમ અને હાંડકા માટે મહત્વના અન્ય ખનિજ વિપુલ પ્રમાણમાં હોય છે. નિયમિત સેવનથી ઓસ્ટિયોપોરોસિસ હાંડકાની બિમારીમાં રાહત આપવામાં મદદરૂપ બને છે
છાશમાં ફેટ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, તેના સેવનથી વજન નિયંત્રિત રહે છે
જો તમને ગરમીમાં એસિડીટીની ફરિયાદ છે તો ચોક્કસપણે છાશનું સેવન કરો