આજકાલ દરેકને સુંદર દેખાવું પસંદ છે, સુંદર દેખાવા માટે લોકો ઘણાં પ્રકારના ઉપાય પણ કરે છે.
આંખ નીચેના કાળા કુંડાળા તમારી સુંદરતામાં ઘટાડો કરે છે. અત્યારના ભાગદોડભર્યા જીવનમાં આ એક મોટી સમસ્યા બની ગઇ છે.
જો તમે પણ ડાર્ક સર્કલ્સની સમસ્યાથી પરેશાન છો અને આનાથી છૂટકારો મેળવા માગો છો, તો આ ઘરેલું ઉપાય અપનાવો.
નારંગીની છાલને તડકામાં સૂકવીને પીસી લો, હવે આ પાવડરમાં થોડું ગુલાબ જળ મિક્સ કરો અને ડાર્ક સર્કલ્સ પર લગાવો. આની અસર જલદી જોવા મળશે.
ગુલાબ જળ
કાકડીની બે સ્લાઇસને આંખો પર રાખો, 10-15 મિનિટ પછી હટાવી ચહેરાને ધોઇ લો. આનાથી આંખોને આરામ મળશે અને ડાર્ક સર્કલ્સ ઓછો થાય છે.
કાચા દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને આંખ નીચે લગાવો, સૂકાયા બાદ ઠંડા પાણીથી ફેસ ધોઇ લો, અસર જોવા મળશે.