Garud Purana: જીવનમાં આવી આદતને લીધે વ્યક્તિ નિર્ધનની બને છે.
By Kishan Prajapati05, Dec 2022 09:59 AMgujaratijagran.com
ગરુડ પુરાણનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં સૌથી વધુ છે. સનાતન ધર્મમાં 18 મુખ્ય પુરાણ છે. જેમાં દેવી-દેવતા, ધર્મ અંગે વિસ્તારપૂર્વક જણાવાયું છે.
ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુના વિષયની સાથે-સાથે જીવનમાં સફળતા પ્રપ્ત કરવા માટે કઈ આદતો અપનાવી જોઈએ અને કેવો વ્યવહાર કરવો જોઈએ તે અંગે પણ જણાવાયું છે.
ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ તેના મનની સંતુષ્ટી માટે બીજાની નિંદા કરે છે અથવા જેનો એવો સ્વભાવ હોય છે. તે વ્યક્તિ ક્યારેય અમીર બની શકતાં નથી.
જે વ્યક્તિ મોડી રાત્રે સૂવે છે અને દરેક કામમાં આળસ રાખે છે તે ક્યારેય ધનવાન બની શકતો નથી. તે શારિરીક અને માનસિક રીતે તેની ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.
મહાપુરાણ ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ પરિશ્રમથી ભાગે છે. તે તેના જીવનમાં ક્યારે સફળ વ્યક્તિ બની શકશે નહીં. આ માટે વ્યક્તિને પરિશ્રમ ક્યારેય છોડવું નહીં.
ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ તેની પૈતૃક અથવા કમાયેલા ધન પર વધુ ઘમંડ કરે છે અને પોતાની આવકનો થોડોક ભાગ દાન-ધર્મમાં આપતાં નથી તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ અમીર હોવા છતાં તે દરેક સમયે ગંદા વસ્ત્રો પહેરે છે. એવા વ્યક્તિથી માતા લક્ષ્મી નારાજ થતાં નથી.
ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
દુબઈમાં વેકેશન માણી રહી છે અભિનેત્રી સૃષ્ટિ રોડે, જુઓ તસવીરો