સેવ મમરા તો દરેક લોકોએ ખાધા જ હશે, આજે અમે તેને લસણીયા સેવ મમરા બનાવવાની પરફેક્ટ રીત જણાવીશું.
મમરા, સેવ, મગફળી, દાળિયા, લીલા મરચા, મીઠો લીમડો, હિંગ, હળદર, લાલ મરચું પાવડર, ખાંડ, નાળિયેર, મીઠું,લસણ.
સૌ પ્રથમ એક એક કડાઈમાં મમરાને હળવા શેકીને એક બાઉલમાં કાઢી લો.
હવે તેમાં સેવ ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરીને શીંગદાણા,દાળીયા,નારિયેલ,લસણની કળીઓ અને મીઠો લીમડો સાંતળીને મમરામાં ઉમેરો.
હવે તે જ પેનમાં હળદર,મીઠું,મરચું ઉમેરીને ચટણી તૈયાર કરીને મમરા પર રેડો અને ચમચા વડે મિક્સ કરી લો.
તૈયાર છે તામરા લસણીયા સેવ મમરા,તમે નાસ્તામાં સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.