શિયાળામાં આ રીતે લસણનું કરો સેવન, દૂર થશે દરેક સમસ્યા


By Kishan Prajapati29, Nov 2022 04:30 PMgujaratijagran.com

લસણમાં ઘણાં વિટામિન્સ, મિનરલ્સ, સેલેનિયમ, જર્મેનિયમ અને અમીનો એસિડ પણ હોય છે. જે એક નેચરલ એન્ટીબાયોટીક છે જેને લીધે શિયાળામાં ઇન્ફેક્શન રોકાય છે અને બીમારીથી બચી શકાય છે.

શિયાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યા થતી રહે છે. આ માટે દરરોજ એક લસણનું સેવન કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે દરરોજ સવારે કાચા લસણનું સેવન કરવું. બેડ કોલેસ્ટ્રોલ ઓછું થવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકની સંભાવના ઓછી થઈ જાય છે.

હાઇ બ્લડ પ્રેશરના દર્દીએ લસણનું સેવન જરૂર કરવું જોઈએ. જેમાં રહેલાં એલિસિન બ્લડ પ્રેશરને માચ્ર માનટેન રાખે છે. ખાલી પેટે કાચા લસણની કળીઓ ખાવી સૌથી વધુ ફાયદાકારક છે.

ખાલી પેટે લસણની કળીઓ ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે. તે તમારા આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે. જેને લીધે મળ ત્યાગમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી.

સવારે ખાલી પેટ કાચુ લસણ ખાવું.આ ઉપરાંત લસણના ટૂકડા કરી તેને મધમાં મિક્ષ કરીને હુંફાળા પાણી સાથે પી લેવું.

સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Hina Khan તુર્કીમાં માણી રહી છે વેકેશન, જુઓ ફોટોગ્રાફ્સ