હોમ મેઈડ ચટણી : લસણ-ડુંગળીની ચટણી


By Vanraj Dabhi05, Feb 2024 10:40 AMgujaratijagran.com

લસણ-ડુંગળીની ચટણી

આ એક સ્પાઈસી રેસીપી છે, તેમાં લસણ-ડુંગળી અને લાલ મરચાં વડે તૈયાર કરવામાં આવે છે.

સામગ્રી

આખા લાલ મરચાં,પાણી,તેલ,લસણ,ડુંગળી,જીરું,હીંગ,ધાણાજીરું,હળદર,મીઠું,

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં આખા મરચા પાણીથી ધોઈને એક મિક્સર જારમા આખા મરચા અને થોડું પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરી એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ- 2

હવે તે જ મિક્સર જારમાં લસણની કળી સમારેલી ડુંગળી નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં તેલ ગરમ કરીને જીરું,હીંગ અને લસણ-ડુંગળીની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે તેમાં મરચાંની પ્યુરી,ધાણાજીરું,હળદર,મીઠું અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી ગરમ કરી લો.

સર્વ કરો

તૈયાર છે લસણ અને ડુંગળીની સ્પાઈસી ચટણી, તમે તમારા મનપસંદ ભોજન સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાજકોટ : કુવાડવાના પ્રખ્યાત રજવાડી પેંડા ઘરે બનાવવાની રીત