વાળ માટે ફાયદાકારક છે લસણ, જાણો કંઈ રીતે?


By Prince Solanki04, Jan 2024 05:46 PMgujaratijagran.com

વાળ માટે ફાયદાકારક

લસણને વાળને લાંબા કરવા માટેનો અસરકારક ઉપાય માનવામા આવે છે. તેને ખાવાથી અથવા પેસ્ટને બનાવીને લગાવવાથી વાળને પોષણ મળે છે. તેનાથી વાળ જલ્દી લાંબા થાય છે.

વાળ ખરવાથી બચાવે

આજના સમયમા વાળની ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેના માટે તમે લસણનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

ખોડો ઓછો કરે

ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે લસણનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી વાળ હેલ્ધી રહે છે. તે બેક્ટેરિયાના ગ્રોથને અટકાવે છે.જેનાથી ખોડાની સમસ્યામા રાહત મળે છે.

માથાના ભાગમા ચેપ

માથાના ભાગમા ચેપને અટકાવવા માટે લસણનો ઉપયોગ કરી શકો છો. લસણના ઉપયોગથી માથાના વાળમા લાગેલો ચેપ દૂર થાય છે.

કેવી રીતે કરો ઉપયોગ?

વાળની સમસ્યાઓથી રાહત મેળવવા માટે લસણ ખાવાની સાથે સાથે તેનો પેસ્ટ બનાવીને લગાવી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વાળને ખરતા રોકવા ઉપયોગમા લો આ 4 ફેસ માસ્ક