ખરાબ જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે વાળ ખરવાની સમસ્યા લોકોમા વધવા લાગે છે. જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી બચવા માંગો છો તો તમે આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.
વાળ ખરતા રોકવા માટે એપ્પલ સાઈડ વિનેગરનો ઉપયોગ કરો. આ માટે એક કપ વિનેગર અને 2 કપ પાણી લો. હવે તેને સારી રીતે મિક્સ કરીને વાળમા લગાવો.
લીંબુ અને કાકડીનુ મિશ્રણ ખૂબ જ ફાયદાકારક હોય છે, જે માથાના વાળમા રહેલી ગંદકીને દૂર કરે છે. તેના માટે તમે કાકડીના છાલનો પેસ્ટ બનાવી લો અને તેમા લીંબુના રસને ઉમેરીને વાળમા લગાવો. તેને 20 મિનિટ માટે લગાવી રાખો.
બેંકીગ સોડા વાળની ખરવાની સમસ્યાને દૂર કરે છે. તેને વાળમા લગાવવા માટે 1 કપ બેંકીગ સોડાને નવસેકા ગરમ પાણી ઉમેરો અને એક અઠવાડિયા સુધી માથાના વાળમા લગાવો.
હેર માસ્ક સિવાય પણ વાળને રોકવા માટે હેલ્ધી ખોરાક લેવો પણ ખૂબ જ જરુરી છે. તેના માટે વધારેમા વધારે લીલા શાકભાજીનુ સેવન કરો.