ગણેશ ચતુર્થીના ભવ્ય તહેવાર પર ગણપતિ બાપ્પાના પ્રસાદમાં મોદક અર્પણ કરવામાં આવે છે, આજે અમે તમને ચણાની દાળના મોદકની રેસીપી જણાવીશું.
ચોખાનો લોટ, મીઠું, ચણાની દાળ, નારિયેળ, તલનું તેલ, ગોળ, ઘી,એલચી પાઉડર.
સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં ચણાની દાળ, પાણી નાખીને 4 સીટી સુધી બાફી લો.
હવે એક કડાઈમાં ગોળ અને પાણી નાખીને ફૂલ ગેસ પર સારી રીતે ગોળને ઓગળી લો.
હવે તેમાં નારિયેળ પાઉડર, ચણાની દાળ ઉમેરીને મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય પછી તેમાં એલચી પાવડર અને થોડું ઘી ઉમેરો.
હવે મિશ્રણને ઠંડુ થાય પછી લોટની જેમ મસળીને એક કડાઈમાં થોડું પાણી,મીઠું, તેલ, ચોખાનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે મિશ્રણમાંથી નાના-નાના મોદક બનાવી લો.
ગણપતિ બાપ્પાને ચણા દાળના મોદક અર્પણ કરી તમે પ્રસાદ લઈ શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.