દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. જાણો આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે છે
પંચાંગ મુજબ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 26 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 1:54 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 3:44 વાગ્યે સમાપ્ત થશે.
ગણેશજીની મૂર્તિ સ્થાપના અને પૂજા માટેનો શુભ મુહૂર્ત 27 ઓગસ્ટના રોજ સવારે 11:06 થી બપોરે 1:40 વાગ્યા સુધીનો રહેશે.
આ તહેવાર દરમિયાન ભક્તો પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે. કેટલાક ભક્તો 1 દિવસ માટે ગણપતિ લાવે છે, જ્યારે કેટલાક 10 દિવસ માટે તેમની પૂજા-અર્ચના કરે છે.
10 દિવસની પૂજા પછી 6 સપ્ટેમ્બર 2025 ના અનંત ચતુર્દશીના રોજ ગણપતિ વિસર્જન કરવામાં આવશે.
આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે બુધ, ગુરુ અને ચંદ્રનું ત્રિકોણાકાર દ્રષ્ટિ-મિલન જેવો વિશેષ યોગ બની રહ્યો છે. તેથી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરતી વખતે નિર્ધારિત તારીખ અને શુભ સમયનું પાલન કરવું.