ગાજરથી લઈને મગની દાળ સુધી શિયાળામાં આ હલવાઓની મજા માણો


By Smith Taral27, Jan 2024 03:31 PMgujaratijagran.com

શિયાળાની મીઠાઈઓ

જ્યારે આપણે મીઠી વાનગી વિશે વિચારીએ છીએ ત્યારે હલવો આપણા મગજમાં સૌથી પહેલા આવે છે. જમવા પછી સ્વાદીષ્ટ હલવો મળી જાય તો જમવાનું સંપુર્ણ લાગે છે. તો ચાલો જાણીએ અવનવા હલવા વિશે જેને તમે તમારી સ્વીટ ડીશમાં એડ કરી શકો છો.

ગાજરનો હલવો

જયાં સુઘી ભારતીય ઘરમાં ગાજરનો હલવો બની ન જાય ત્યા સુધી શિયાળાનું આગમન જ થયું નથી. ગાજરનો હલવો બધા હલવામાં સૌથી લોકપ્રીય હલવો છે.

અખરોટનો હલવો

જો તમે સુકા ફળો, ખાસ કરીને અખરોટનો આનંદ માણવા માંગતા હોવ તો તમે એનો સ્વાદિષ્ટ હલવો બનાવી શકો છો.

મગની દાળનો હલવો

મગની દાળનો હલવો એ ઈલાયચી, બદામ અને ભરપર માત્રામાં દેશી ઘી સાથેનુ એક પરફેક્ટ મિશ્રણ છે. જ્યારે કડકડતી ઠંડી પડે ત્યારે મગની દાળનો હલવો ખાવાની વાત જ કંઇ ઓર છે.

You may also like

શિયાળામાં બદામનો હલવો ટ્રાય કરો, તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે

ઘરે ગાજરનો હલવો બનાવવા માટે આ સરળ રેસીપી અજમાવો

ગોંધનો હલવો

ગોંધનો હલવો માત્ર સ્વાદિષ્ટ જ નથી, તે નર્વસ સિસ્ટમ માટે પણ સારો છે. આ તમને સટ્રેસ અને ટેન્શનમાં રાહત આપે છે. સાથે આમાથી વિટામીન ડી ભરપુર માત્રામાં મેળવી શકાય છે.

સુજીનો હલવો

આ સ્વાદિષ્ટ ક્લાસિક હલવો છે. જે સોજી, ઘી, બદામ અને એલચી પાવડર સાથે બનાવવામાં આવે છે, તમે આને લગભગ 15 મિનિટમાં તૈયાર કરી શકો છો.

પેટની ચરબી ઘટાડવા માટે આ જાપાનીઝ વર્કઆઉટ્સ કરો