આ રીતે પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવો


By Vanraj Dabhi29, Dec 2023 12:44 PMgujaratijagran.com

સામગ્રી

1Kg ગાજર છીણેલું, ⅓ કપ ઘી, 10-12 કાજુ,8-9 બદામ સમારેલી, 6-7 પિસ્તા સમારેલા, 1½ કપ દૂધ, 1 કપ ખાંડ, ½ ચમચી લીલી એલચી પાવડર, ગાર્નિશ માટે સિલ્વર વર્ક અને 10-12 પિશોરી પિસ્તા સમારેલા.

બનાવવાની રીત સ્ટેપ 1

પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો. કાજુ, બદામ, પિસ્તા ઉમેરીને એક મિનિટ સાંતળો.

સ્ટેપ- 2

હવે તેમાં ગાજર ઉમેરો અને 2-3 મિનિટ પકાવો.

સ્ટેપ- 3

હવે તેમાં દૂધ ઉમેરીને હલાવો અને ઢાંકીને મધ્યમ તાપ પર 3 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 4

પ્રેશર કૂકરમાંથી હવા નીકળી જાય એટલે કૂકર ખોલીને તેમાં ખાંડ અને લીલી ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 5

પિશોરી પિસ્તા ઉમેરીને સારી રીતે મિક્સ કરો. સર્વિંગ બાઉલમાં કાઢી લો.

ગાર્નિશ કરો

હવે પિશોરી પિસ્તા અને સિલ્વર વર્કથી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે ગાજરનો હલવો તમે તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

PM નરેન્દ્ર મોદીની મનપસંદ રેસીપી : શિયાળામાં હેલ્ધી રહેવા માટે સરગવાના પરાઠા અચૂક ટ્રાય કરો