ઉધરસ થાય ત્યારે શરીરની સાથે ડાયટ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ અને આ ફળો ન ખાવા જોઈએ.


By Kajal Chauhan05, Nov 2024 10:28 PMgujaratijagran.com

જામફળ

ઉધરસ થાય ત્યારે જામફળ ન ખાવું જોઈએ. ઠંડી તાસીરને કારણે કફની સમસ્યા વધી શકે છે.

સ્ટ્રૉબેરી

ઉધરસની સમસ્યામાં સ્ટ્રૉબેરીનું વધારે સેવન શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી કફ વધી શકે છે.

કેળા

રાતે કેળાનું સેવન કરવાથી ઉધરસની સમસ્યામાં વધારો થઈ શકે છે.

ખાટા ફળો

ઉધરસ આવવા પર રાત્રે ખાટા ફળોનું સેવન કરવું ટાળવું જોઈએ. નહિ તો કફની સાથે ઉધરસની સમસ્યા વધવાની સંભાવના છે.

કયા ફળો ખાઈ શકાય

કીવી, બ્લૂબેરી, સફરજન, અનાનસ, તરબુચ જેવા ફળોનું સેવન કરી શકો છો.

જો સ્ટોરી ગમી હોય તો શેર કરો અને ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો

ખાલી પેટ અજમાનું પાણી પીવાથી થાય છે આ અભૂતપૂર્વ ફાયદા