Fruit Peel: આ ફળોને છાલ સાથે ખાઓ, શરીરને મળશે ડબલ ફાયદો


By 27, Jan 2023 03:59 PMgujaratijagran.com

ચીકુ

ચીકુને છાલ સાથે જ ખાવું જોઇએ. આની છાલમાં વિટામિન સી, એન્ટિઓક્સિડેન્ટ, પોટેશિયમ અને આયર્ન હોય છે. આ સ્કિન અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

પીઅર

પીઅરને છાલ સાથે ખાવું જોઇએ. પીઅરની અંદર ફાઇબર અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે. જે પેટનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે.

રાસબરી

રાસબરીને પણ છોલ્યા વગર ખાવી જોઇએ. એની છાલમાં ફાઇબર અને ઘણાં બધાં વિટામિન હોય છે.

સફરજન

વધારે પડતાં લોકો સફરજનની છાલ કાઢીને ખાય છે. સફરજનની છાલમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે. એટલે જ સફરજનની છાલ કાઢ્યા વગર જ ખાવું જોઇએ.

પીચ

પીચને છાલ સાથે જ ખાવું જોઇએ. આની છાલમાં એન્ટિઓક્સિડેન્ટ અને ઘણાં વિટામિન હોય છે. પીચને છાલ સાથે ખાવાથી ડાયટરી ફાઇબલ મળે છે.

કીવી

કીવીની છાલમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આની છાલ ખાવામાં થોડી સમસ્યા થાય છે એટલે જ તેને છાલ કાઢીને ખાવું.

Health Tips હેલ્થી રહેવા માટે અપનાવો આ ટિપ્સ